ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા માટેની સંપૂર્ણ વિગત રાંધણ ગેસ ના ગ્રાહકોને સબસીડીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે બેંક ખાતાને લિંક અપ કરાવવા માટે 31 માર્ચ 2015 સુધીનો સમય આપ્યો છે.જાન્યુઆરીથી સબસીડી સીધી બેંક ખાતામાં જમા થવાની શરુ થઈ ગઈ છે..
પરંતુ જે ગ્રાહકોએ પોતાનું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંકઅપ કરાવ્યું નથી તેને સરકારે થોડો સમય આપ્યો છે. જો તમે તમારા ગેસ કનેક્શને બેંક ખાતા સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આવતા બે મહિના એટલે કે 31 માર્ચ સુધી તમે કનેક્શન બેંક ખાતા સેથે લિંક કરાવી શકો છો. ત્યાં સુધી તમને સબસિડી રેટ પર એટલે કે 425 રૂપિયા (રાજ્યવાર ભાવ અલગ હોઈ શકે છે.) સિલિન્ડર મળતો રહેશે. જ્યારે જે ગ્રાહકોએ ખાતુ લિંક કરાવી દીધું છે તેમને ગેસની સબસિડી સીધી ખાતામાં મળશે.
ઓનલાઇન આધાર કાર્ડ બેંક અકાઉંટ સાથે લિંક કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો
સ્ટેપ-1. સૌ પ્રથમ તમામ સ્ટેપ જોયલો ત્યાર બાદ નીચે લાસ્ટમાં આપેલ Click Here પર ક્લિક કરો . ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આધાર કાર્ડની વેબસાઇટ ખુલી જશે. તેમાં એક સ્ટાર્ટ નાઉનું બટન હશે. તેના પર ક્લિક કરવાથી એક અન્ય પેજ ખુલી જશે.
સ્ટેપ-2. આ પેજ પર તમારી સમક્ષ તમારી વિગતો માગવામાં આવશે. તેમાં ત્રણ ઓપ્શન હશે. પ્રથમ ક્યા રાજ્યના અને ક્યા શહેરના વતની છો. ત્યાર બાદ શું તમે લાભ માટે તમારૂ આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છો. તેમાં એક જ ઓપ્શન આવશે LPG. ત્યાર બાદ તેમાં કંપનીનું નામ ભરવાનું રહેશે.તમે જે ગેસ કંપનીનો સિલિન્ડર વપરાતા હોવ તે કંપનીનું નામ ,
સ્ટેપ-3. તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નંબર ભરવાનો રહેશે. ત્યાર બાદ ઇ-મેલ આઇડી, ફોન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે,
સ્ટેપ-4. મોબાઇલ અને ઇ-મેલ આઇડી રજિસ્ટર કરાવ્યા પછી તમારી પાસે એક OTP નંબર આવશે. વેરિફિકેશન કોડની જગ્યાએ આ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર બાદ બોક્સમાં બતાવવામાં આવેલ ઇમેજમાંથી આલ્ફા ન્યુમેરિક કોડ ભરવાનો રહેશે. ત્યાર બાદ છેલ્લે સમગ્ર વિગતો ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના થોડાક જ દિવસો બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ જસે. ત્યાર બાદ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં પહોંચી જશે,
Online Application CLICK HERE....